અમારા વિષે

our-problem

વર્ષ ૨૦૧૦થી અમે લોકોમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ ની જાગરૂકતા લાવી રહ્યા છીએ. અનેક સેમીનાર અને ઇન હાઉસ ટ્રેઈનીંગ આપ્યા પછી ભારત માં સૌ પ્રથમવાર "કરોડપતિ બનો ૩ વર્ષમાં" નામનું પુસ્તક અમે રજુ કરતા ગર્વ અનુભવીએ છીએ. આ પુસ્તક માં દર્શાવવામાં આવેલ પદ્ધતિ નો અમે ખુદ પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગ માં ઉપયોગ કરીએ છીએ. સફળતા પામવાનો ધ્યેય - લક્ષ્ય સિદ્ધ કરવા આ સેલ્ફ સ્ટડી કોર્સ અચૂક કરવા જેવો છે.

સ્ટેપ બાય સ્ટેપ શેરબજાર માં કેવી રીતે ટ્રેડીંગ શરુ કરવું તે વિષેની સંપૂર્ણ માહિતી આ પુસ્તક માં સમાવવામાં આવેલ છે. આ પુસ્તક શેરબજાર નો ધંધો નવો શરુ કરનાર તથા ટ્રેડીંગ માટેની નવીન પધ્ધતિ જાણવા માટે ઉત્સુક દરેક મિત્રો માટે ઉપયોગી છે. શેરબજાર આંકડાકીય ગુચડું છે. જેને ઉકેલવા માટે યોગ્ય પધ્ધતિ ની જરૂર પડે છે. શેરબજાર માં અઢળક નાણા કમાવવા આ પધ્ધતિ ઘણી જ ઉપયોગી બની શકે તેમ છે. ટ્રેડીંગ એ એક કળા છે અને અમે ટ્રેડર નફો કેવી રીતે કમાવી શકે તેની ધમાકેદાર અનોખી પધ્ધતિ લાવ્યા છીએ.

આભાર

શેરબજાર ની માહિતી

એક જમાનામાં મુંબઈનાં એક વિસ્તારમાં શરુ થયેલ શેરબજાર એક દિવસ દુનિયા માં પોતાનો ડંકો વગાડશે તેવું કોણે વિચાર્યું હશે? અગણિત દલાલો અને અસંખ્ય ગ્રાહકો નો વિશ્વાસ એટલે ભારતીય શેરબજાર.

એક રીક્ષા ડ્રાઈવર કે પછી કોલેજિયન છોકરો કે છોકરી રાતો રાત અમીર બની જાય તેવા ચમત્કારો અહીં દરરોજ જોવા મળે છે. શેરબજાર એ ભારત નું અર્થતંત્ર છે. સમજી વિચારીને સાચી જાણકારી થી કરવામાં આવેલ સોદાઓ ટ્રેડરને હમેશા કમાવીને જ આપે છે.

સ્વપ્નાઓ સાકાર કરવાના અનેક રસ્તાઓ પૈકી શેરબજાર એક આદર્શ વિકલ્પ છે. જીવન માં જયારે અડચણો આવે અને નજીવી મૂડીથી પોતાનો ધંધો શરુ કરવાની વાત આવે ત્યારે શેરબજાર ને પ્રથમ વિકલ્પ તરીકે લઇ શકાય છે.

સર્જનાત્મક વિચારો થી દુનિયા બદલી શકાય છે. પરિસ્થિતિ આજે ગંભીર હોય કે નિયંત્રણ માં હોય સુરક્ષિત ભવિષ્ય માટે શેરબજાર શીખવું એ એક ગર્વ ની બાબત છે.

Exchange of information

આપણી મુશ્કેલીઓ

our-problem

શેરબજાર ચોક્કસ નિયમો થી ચાલે છે નહિ કે આપણી જીદ ઉપર. ઇન્ટ્રાડે ટ્રેડીંગ કેવી રીતે કરવું તેના માટે ખાસ પદ્ધતિ નો અભ્યાસ કરવો પડે છે. મિત્રો નાં સલાહ સુચન થી ટ્રેડીંગ કરવાવાળા લોકો ક્યારે પાયમાલ થઇ જાય છે તેની આપણને સૌને ખબર છે. દરરોજ કયો શેર ને ખરીદવો અને કયો શેર ને શોર્ટ સેલ કરવો તેની માહિતી આપણે વિશેષજ્ઞો પાસેથી ખરીદીએ છીએ અને આખરે મહિનાનાં અંતે હિસાબોમાં નાણાંની ઉથલ પાથલનો ખ્યાલ આવે છે.

દરરોજ સવારે કયો શેર ખરીદવો, સ્ટોપ લેસ કેટલો રાખવો તથા શેરમાંથી નફો કેટલો કમાવવો તેના માટે ટ્રેડર પાસે વિશેષ માહિતી હોતી નથી. આ માટે ઘણા ઉત્સુક ટ્રેડરો વિશેષજ્ઞો પાસેથી હજારો રૂપિયા ખર્ચી શેરની ખરીદ - વેચાણ માટેની માહિતી ખરીદ કરે છે. પરંતુ મહિના નાં અંતે હિસાબ કરતા સમયે જયારે સાચી વિગત ધ્યાન ઉપર આવે છે ત્યારે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ જતું હોય છે. ટ્રેડીંગ કરવા માટે નાં આપણા બધાજ પ્રશ્નો ના હલ આ પુસ્તક માં સમાવી લેવામાં આવ્યા છે. ચોક્કસ પધ્ધતિ અને નિયમો મુજબ કરવામાં આવેલ ટ્રેડીંગ થી દરરોજ નફો મળી શકે છે અને મળે જ છે. જેવી રીતે દરેક તાળા ની એક ચાવી હોય છે તેવી રીતે ટ્રેડીંગ કરવા માટેના તમામ પ્રશ્નો નાં જવાબ રૂપે અમે આ પુસ્તક આપ સૌની સમક્ષ રજુ કરતા ગર્વ અને આનંદ અનુભવી રહ્યા છીએ.

ઇન્ટ્રાડે ટ્રેડિંગ નાં સિદ્ધાંત

trend

ટ્રેન્ડ

જેવી રીતે ઝવેરી સોનું પરખે છે, હીરા નો વેપારી હીરા પારખે છે આવી ચકોર નજરે આપણે શેરબજાર માં આવતા શેરો નાં ભાવ ને પારખીએ ત્યારે શેરની વધઘટ કેટલી અને કેવીરીતે થશે તેનો ચોક્કસ ખ્યાલ આવે છે. મિત્રો પાસેથી લેવામાં આવેલ સલાહો કરતા પોતાની જાતે કરેલો અભ્યાસ શેરબજાર ઇન્ટ્રાડે ટ્રેડીંગમાં વધુ નફો કમાવી આપી શકે છે.

આજના દિવસે શેરનો ભાવ કેટલો વધશે કે ઘટશે તેનો સંપૂર્ણ સાચો ખ્યાલ કોઈને પણ ના હોઈ શકે તે વાત સનાતન સત્ય છે. પરંતુ કોઈ પદ્ધતિથી આપણને શેરનો ભાવ ઉપર જશે કે નીચે તેનો અંદાજ આવી શકે તો ટ્રેડીંગની સફળતાઓ માં ચોક્કસ વધારો કરી શકાય છે.

કંપનીનાં પરિણામો, ગ્રાફ ચાર્ટ અને બીજી અનેક રીતોથી શેરનો ટ્રેન્ડ શોધવામાં જે મુશ્કેલીઓ આવે છે તેનાથી તદ્દન વિપરીત ફક્ત ગણતરીની સેકંડોમાં શેર કઈ દિશામાં ગતિ કરશે તે જાણવું અમારી પદ્ધતિ થી સાવ સરળ છે.

trend

સ્ટોપલોસ

એસ. એલ. એટલે સ્ટોપલોસ એટલે નુકસાન ને ઉભુ રાખવું.

એક વખત શેરની ખરીદી કે શોર્ટ સેલિંગ કાર્ય બાદ ટ્રેડીંગમાં થતું નુકશાન કયા ભાવે અટકાવવું તે ગંભીર પ્રશ્ન છે. દરરોજના સોદાઓમાં વધુ નુકશાન થવાથી ટ્રેડર કેટલીક વખત નિરાશાઓ માં સપડાઈ જાય છે.

શેરબજારમાં ટ્રેડીંગ દરમ્યાન કેટલાક દિવસોમાં નુકશાન થતું હોય છે જે સામાન્ય બાબત કહી શકાય પરંતુ શેરદીઠ ૫ પોઈન્ટ કમાવવા માટે ૧૫ પોઈન્ટનો સ્ટોપલોસ રાખવો તે ટ્રેડરની ભૂલ છે. આ ભૂલ દરેક ટ્રેડરે સુધારવાની જરૂરી છે. સ્ટોપલોસની મદદથી ટ્રેડરને મોટું નુકશાન થતું અટકી શકે છે. સ્ટોપલોસ શોધવાની અનેક રીતો ઉપર રિસર્ચ કરી અમે ખાસ નવીન પદ્ધતિ ઇન્ટ્રાડે ટ્રેડર માટે લાવ્યા છીએ.

trend

નફો

ધધો એટલે વેપાર. કોઈપણ વેપારમાં બે જ વસ્તુ થતી હોય છે. ૧) નીચે કીમત માં ખરીદી અને ૨) ઉંચી કીમત માં વેચાણ. જો વેપારી આ બે વસ્તુ ઉપર પુરતું ધ્યાન આપે તો ધંધો - વેપાર સદાય પ્રગતિ કરતો હોય છે. શેરબજાર માં ટ્રેડીંગ કરતા સમયે પણ આ બે વસ્તુ નો ખ્યાલ રાખવાનો હોય છે.

શેરબજારમાં શેરનાં ભાવથી વધઘટ દરરોજ થતી હોય છે. આ પરિસ્થિતિમાં શેરનો સાચો ભાવ કયો તે શોધવો મુશ્કેલ બની જાય છે. સાચા ભાવ થી કરેલો સોદો સાચો જ પડતો હોય છે. ઉતાવળિયા પગલાં થી કરેલું ટ્રેડીંગ ઘણી વખત ટ્રેડર ને ભારે પડતું હોય છે.

શેરબજારમાં ટ્રેડીંગ કરવાનો ઉદેશ્ય નફો કમાવવાનો હોય છે. નફા વગર નું ટ્રેડીંગ નિરર્થક છે. ટ્રેડરે વધુ નફા ની લાલચ રાખવા સિવાય યોગ્ય ભાવે નીકળી જવા ની કળા શીખવી જોઈએ. કાચબા ની ગતીએથી આવેલો નફાનો ભાવ ક્યારે સસલા ની ગતિ એ નુકશાન તરફ લઇ જશે તેનું કઈ નક્કી હોતું નથી. સમય સુચકતા, ગંભીરતા અને નિપૂર્ણતા નો સમન્વય કરી શેરબજાર માં ટ્રેડીંગ કરવાથી જીત આપણા હાથ માં જ હોય છે.

અમારું પ્રોમીસ

our-promiss

અમારી ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી સરળ તથા સચોટ છે. આ સ્ટ્રેટેજી નાં ઉપયોગ સમયે ટ્રેડરે કોઈ ગ્રાફ કે કંપની નાં પરિણામો નો અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી. સફળતા પામવાનો આ એક માત્ર રસ્તો છે. જે "Fearless" છે.

આજના અત્યાધુનિક જમાનામાં કરોડપતિ હોવું એ સામાન્ય બાબત છે. પરંતુ ૩ વર્ષ જેટલા ટુંકા સમયમાં નીચેથી શરુ કરીને ઉપર સુધી પહોચવું એ અશક્ય વાત લાગી શકે છે. અમારી ઇન્ટ્રાડે ટ્રેડીંગ પદ્ધતિ અશક્ય લાગતા ધ્યેયને સમયથી પહેલા પુરા કરવામાં આપની મદદ કરશે.

ગ્રાફ તથા ચાર્ટ નો અભ્યાસ ગમે તેટલો કરવામાં આવે પરંતુ તેનાથી સચોટ ટ્રેડીંગ કરવા માટેનો ખ્યાલ આવતો નથી મોટાભાગે ઇન્ટ્રાડે ટ્રેડીંગ સ્ટ્રેટેજી સમજવામાં સરળ તથા સચોટ છે. ટ્રેડીંગ કરતા સમયે કોઈપણ કંપની નાં પરિણામો કે ગ્રાફ ચાર્ટ નો ઉપયોગ કરવાનો નથી. ઇન્ટ્રાડે ટ્રેડીંગ માં સફળતા પામવા માટે માત્ર એક જ રસ્તો છે અને તે છે "Fearless Trade" ની શેરબજાર ટ્રેડીંગ પધ્ધતિ.

ફ્રી ટ્રાયલ શેર કેલ્ક્યુલેટર

અઢળક નાણાં કમાવો !!

ટ્રેન્ડ / સ્ટોપલોસ / ટાર્ગેટ સરળતાથી મેળવો. ફક્ત લૉ ભાવ, ઓપનભાવ અને હાઈભાવ લખો.